રાપર: પલાંસવા ગામના તળાવ પાસે બાવળની ઝાડીમાંથી વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો
Rapar, Kutch | Mar 31, 2026 પલાંસવા ગામે પોલીસે બાતમીના આધારે રેઇડ પાડી એક શખ્સને ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે.પલાંસવા ગામનો રાજેશ ઉર્ફે રાજુ બબાભાઈ દશાણી નામનો શખ્સ ગામના તળાવ પાસે, અમરાપર જતા રસ્તાની બાજુમાં આવેલી બાવળની ઝાડીમાં ઇંગ્લિશ દારૂ રાખી તેનું વેચાણ કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે ઘટનાસ્થળે રેઇડ કરી હતી.