છોટાઉદેપુર: છોટાઉદેપુરમાં વિલુપ્ત થતી 'કસોટા' વણાટ કળાને પુનર્જીવિત કરવા માટે તાલીમ કાર્યક્રમ
છોટાઉદેપુરમાં પૌરાણિક 'કસોટા' વણાટ કળાને ફરી જીવંત કરવા માટે મહિલાઓ માટે તાલીમ કાર્યક્રમ યોજાયો. જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી આ કળા દ્વારા મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.