તળાજા: અલંગ શિપયાર્ડમાં ચોરીનો ભેદ ઉકેલાયો
અલંગ મરીન પોલીસ સ્ટેશનના શિપયાર્ડ વિસ્તારમાં થયેલી ચોરીના અનડીટેક્ટ ગુનાનો ભેદ ઉકેલવામાં અલંગ મરીન પોલીસે સફળતા મેળવી છે. પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલા એક આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી, ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડે તથા તળાજા નાયબ પોલીસ અધિક્ષક એમ.બી. નકુમના માર્ગદર્શન હેઠળ અલંગ મરીન પોલીસ દ્વારા ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોલીસને મળેલી બ