આજરોજ સમાજની સુરક્ષા, શાંતિ અને વ્યવસ્થા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા આપણા પોલીસ પરિવારની ફરજનિષ્ઠા અને સેવાભાવનાને બિરદાવવાના ભાવથી શ્રી જળદેવી ગ્રૂપ દ્વારા માંડવા ચા બાદશાહ બાપ્પાની ભવ્ય આરતી માટે વલસાડ રૂરલ પોલીસ તેમજ વલસાડ પોલીસ ટીમને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.
આ પાવન પ્રસંગે વાપી SOG PI શ્રી ડી.ડી. પરમાર સાહેબ તેમજ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન ના PSI શ્રીમતી આર.વી. ચુડાસમા મેડમ તેમજ કેતન સર અને સંજય સર ઉપસ્થિત રહી માંડવા ચા બાદશાહ બાપ્પાના દર્શન કરી આરતીનો લાભ લીધો હતો.
જ્યારે આપણે આપણા પરિવાર સાથે તહેવારોની ખુશીઓ માણીએ છીએ, ત્યારે કોઈ પોલીસ કર્મચારી પોતાના પરિવારથી દૂર રહીને આપણા પરિવારની સુરક્ષા માટે ફરજ પર ઊભો હોય છે. આપણે નિરાંતે ઉજવણી કરી શકીએ છીએ, કારણ કે કોઈક આપણી સુરક્ષા માટે જાગતું હોય છે.
પોલીસની વર્દી માત્ર એક ગણવેશ નથી…
એ વિશ્વાસ છે, જવાબદારી છે અને સમાજની સુરક્ષાનું વચન છે.
બાપ્પા સૌ પર કૃપા વરસાવે અને આપણા પોલીસ
Valsad, Valsad | Sep 22, 2026