તાલાળા: તાલાલામાં પોલીસકર્મીનું ગળું દબાવી હત્યાનો પ્રયાસ, 4 આરોપીઓની ધરપકડ
ગીર સોમનાથના તાલાલામાં મેડિકલ તપાસ માટે લઈ જવાતા આરોપીઓના સાગરીતોએ પોલીસકર્મી પર જીવલેણ હુમલો કર્યો છે. દારૂના કેસમાં પકડાયેલા આરોપીઓના સાગરીતોએ ફરજમાં અડચણ ઊભી કરી પોલીસકર્મીનું ગળું દબાવ્યું હતું. તાલાલા પોલીસે આ મામલે 4 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.