દમણના નમો પથ પર ટ્રિપલ અકસ્માત: સંઘપ્રદેશ દમણના નમો પથ પર રવિવારની મોડી રાત્રે મોનસૂન ફેસ્ટિવલ પૂર્ણ થયા બાદ નયા ભારત સર્કલ પાસે એક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ડાભેલમાં રહેતા 2 મિત્રો મોપેડ અને બાઈક પર સવાર થઈને કાર્યક્રમ નિહાળવા આવ્યા હતા. કાર્યક્રમ પૂરો થયા બાદ પરત ફરતી વખતે રાત્રે એક રાહદારી અચાનક રસ્તો ક્રોસ કરી રહ્યો હતો, જેને બચાવવા જતા બાઇક ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા તે રસ્તા પર પટકાયો હતો. આ દ્રશ્ય જોઈને પાછળ આવી રહેલો મોપેડ ચાલક પણ ગભરાઈ ગયો હતો અને સામેથી આવી રહેલી કારની ડાબી બાજુએ ધડાકાભેર અથડાતા કારના એક તરફના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ ગંભીર અકસ્માતમાં રાહદારી તેમજ બાઈક અને મોપેડ ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં કડૈયા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી જરૂરી કાર્યવાહી કરી હતી.
વધુ સમાચારો અને માહિતી માટે @aapnu_vapi સાથે જોડાયેલા
Vapi, Valsad | Aug 25, 2026