ગોડાદરામાં પૂર્વ ભાગીદાર દ્વારા જ પોતાના ભાગીદાર નું અપહરણ કરવામાં આવ્યું હતું.સ્કોર્પિયો કારમાં આવેલા પિયુષ અગ્રવાલ અને તેની સાથેના સાગ્રતોએ દિવાકર ત્રીવેદીનું અપહરણ કર્યું હતું. પિયુષ અગ્રવાલ અને દિવાકર ત્રીવેદી ભાગીદારમાં ધંધો કરતા હતા. જે ભાગીદાર છુટ્ટી થતાં 50000 ની લેવડદેવડ મામલે માથાકૂટ ચાલી આવી હતી. વેપારીને ગોડાદરા ખાતે બોલાવી માર મરાયો હતો.અપહરણ કરી જતા પોલીસે ગણતરીના કલાકોમાં ડીંડોલી સન્મુખ સર્કલ પાસેથી પાંચ શખસો ને ઝડપી પાડયા.