ભુજ: ચૂંટણી અધિકારીઓ દ્વારા બિનજરૂરી ડોક્યુમેન્ટની માંગણી મુદ્દે કોંગ્રેસની રજૂઆત
Bhuj, Kutch | Apr 9, 2026 ચૂંટણી અધિકારીઓ દ્વારા બિનજરૂરી ડોક્યુમેન્ટની માંગણી મુદ્દે કોંગ્રેસની રજૂઆત કચ્છ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઉમેદવારોને પડતી મુશ્કેલીઓ બાબતે કલેક્ટર અને RAC ચૌહાણને રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું કે ચૂંટણી અધિકારીઓ નિયમોની ઉપરવટ જઈ પોલીસ વેરિફિકેશન અને ટેક્સ NOC જેવા બિનજરૂરી દસ્તાવેજો માંગી ઉમેદવારોમાં ભય ઉભો કરી રહ્યા છે. ઉમેદવારોને નિડરતાથી ફોર્મ ભરવા તેમણે અપીલ કરી છે.