કાલોલ: દોલતપુરાથી નમરા ફળિયા તરફ જતાં રોડ પર નાળા પાસે ધોવાણ થતાં અકસ્માતનો ભય, માર્ગ અને મકાન વિભાગ ઊંઘમાં
કાલોલ તાલુકાના દોલતપુરાથી નમરા ફળિયા તરફ જતાં રોડ પર આવેલા નાળા પાસે ભારે ધોવાણ થતાં વાહનચાલકો અને સ્થાનિક લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.સ્થાનિક લોકોએ માર્ગ અને મકાન વિભાગને તાત્કાલિક સ્થળ તપાસ કરી જરૂરી સમારકામ હાથ ધરવા તેમજ વધુ નુકસાન અને અકસ્માતો અટકાવવા અસરકારક પગલાં લેવા માંગ કરી છે.