સુખસર તાલુકા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી બેઠકનું આયોજન કરાયું
બેઠકમાં દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઈ નિનામા, ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ સંજયભાઈ નિનામા, પ્રદેશ સોશિયલ મીડિયા મહામંત્રી રમેશભાઈ ડામોર, રઘુભાઈ મછાર, ગોવિંદભાઈ પરમાર, જિલ્લા સભ્ય મહેશભાઈ મછાર સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત સુખસર, ફતેપુરા અને સંજેલી તાલુકા કોંગ્રેસના પ્રમુખો, જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા તેમજ પૂર્વ સભ્યો, વિવિધ હોદ્દેદારો અને 150થી વધુ કાર્યકરોએ બેઠકમાં હાજરી આપી હતી.
બેઠક દરમિયાન આગામી 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનને વધુ મજબૂત બનાવવા, કાર્યકરોને બૂથ સ્તરે સક્રિય કરવા અને જનસંપર્ક વધારવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આગેવાનોએ કાર્યકરોને સંગઠનની વિચારધારા સાથે લોકો સુધી પહોંચવા અને સ્થાનિક પ્રશ્નોને પ્રાથમિકતા આપીને કાર્ય કરવાની હાકલ કરી હતી.
બેઠકના અંતે તમામ કા�
Dohad, Dahod | Jul 11, 2026