હાલોલ: હાલોલ તાલુકાના બાસ્કા ગામે યુવકે તેના શરીર પર જાતે બ્લેડ મારી ઇજાઓ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો
હાલોલના બાસ્કા ગામે આજે સોમવારના રોજ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે,જ્યાં એક પરપ્રાંતીય યુવકે પોતાના શરીર ઉપર બ્લેડ મારી જાતે જ ઇજા પહોંચાડી હોવાની ઘટના બની છે. ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.