જેસર: જેસર તાલુકાના બીલા ગામે સૂકવો નદીનો કોઝવે ધોવાઈ જતા વહેલી તકે રિપેરિંગ કરવાની માંગ ઉઠી
#Jansamasya
જેસર તાલુકાના બીલા ગામે સૂકવો નદીનો કોઝવે ધોવાઈ જતા વહેલી તકે રિપેરિંગ કરવાની માંગ ઉઠી જેસર તાલુકાના બીલા ગામેથી પસાર થતી સૂકવો નદી પર આવેલ કોઝવે ભારે વરસાદ અને પાણીના જોરદાર પ્રવાહને કારણે ધોવાઈ જતાં સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. કોઝવેને નુકસાન થતાં ગામજનો અને વાહનચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અવરજવર, ખેડૂતોને ખેતરોમાં જવા મુશ્કેલીઓ હાલ કોઝવેની હાલત જોખમી બનતા અકસ્માતની પણ ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.