તળાજા: સોમવતી અમાસે ગોપનાથ મહાદેવમાં ભક્તોનો મહાસાગર, ટ્રાફિક જામથી યાત્રાળુઓ પરેશાન
અધિક માસ અને સોમવતી અમાસના વિશેષ ધાર્મિક મહત્વને લઈને રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ગોપનાથ મહાદેવના દર્શન માટે પહોંચ્યા હતા. ભક્તોએ સમુદ્ર સ્નાન કરી ભગવાન શિવના દર્શનનો લાભ લીધો હતો. મંદિર પરિસરમાં દિવસભર ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું. સંતો, મહંતો અને બ્રાહ્મણો દ્વારા વિશેષ પૂજા-અર્ચના, રુદ્રાભિષેક અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિર ટ્રસ્ટ તેમજ સેવાભાવી સંસ્થાઓ દ્વારા ભોજન પ્રસાદ અને યાત્રાળુઓ માટે વિ