મણિનગર: બાપુનગરમાં નજીવી બાબતે મારામારી, પોલીસે તપાસ હાથ ધરી
આજે રવિવારે સાંજે ૫ વાગ્યાની આસપાસ બાપુનગરમાં નજીવી બાબતે હિંસક હુમલો થતા પોલીસે તપાસ હાથ ધરી છે.જેમાં ખોવાયેલા મોબાઈલને શોધવા બાબતે બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી.મોબાઈલની પૂછપરછ કરવા ગયેલા યુવકો પર આરોપીએ હુમલો કર્યો હતો.મોહમ્મદ યુસુફ ઉર્ફે ટકલાએ ચપ્પુ વડે હુમલો કરતા 2 ઇજાગ્રસ્ત થયા.બાપુનગર પોલીસે બંને પક્ષે ગુનો નોંધી તપાસ હાથ ધરી.