રાજ્યભરમાં 'શાળા પ્રવેશોત્સવ'નો પ્રારંભ થયો છે ત્યારે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના વરદ્હસ્તે ગાંધીનગરના પથિકાશ્રમ એસ.ટી. ડેપો ખાતેથી 28 રણશાળા બસનું લોકાર્પણ કરાયું...
અગરિયા સમુદાયના બાળકોના શિક્ષણ માટે ગુજરાત સરકારની અનોખી પહેલ સમાન ‘સ્કૂલ ઓન વ્હીલ્સ’ રણશાળા પ્રોજેક્ટનો પ્રારંભ; સુરેન્દ્રનગર, પાટણ, કચ્છ, મોરબી જિલ્લાના અગરિયાઓના બાળકોના શિક્ષણ માટે આ રણશાળા કાર્યરત થશે...
આ રણશાળા ખૂબ જ યુનિક મોડલ છે. રણની અંદર જે પરિવાર અગરિયા તરીકે કામ કરી રહ્યા છે તેઓના બાળકોને ભણવા માટે ક્યાંક દૂર જવું ન પડે તે માટે પ્રત્યેક બાળકોને આ બસમાં ક્લાસ થકી આવનારા દિવસોમાં ભણતર અપાશે. આગામી સમયમાં પણ આ પ્રકારની વધુ બસો શિક્ષણ આપવાના હેતુથી તૈયાર કરાશે જેથી છેવાડાના એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય : નાયબ મુખ્યમંત્રીશ્રી