પશુદાણની આડમાં થતી દારૂની હેરાફેરી ઝડપાઈ
વડોદરા શહેરના કપુરાઈ પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે સયાજીપુરા ફ્રુટ માર્કેટ પ્લોટ નંબર ૨૯૯ પાસેથી પશુદાણની થેલીઓની આડમાં મધ્યપ્રદેશથી વિદેશી દારૂનો જથ્થો ભરીને આવતી આઇસર ટ્રક ઝડપી પાડી હતી. પોલીસે રૂ. ૧૫,૧૧,૮૨૫/- ની કિંમતની ૫,૩૭૧ વિદેશી દારૂની બોટલો/ટીન, ટ્રક, મોબાઈલ અને પશુદાણની બેગો સહિત કુલ રૂ. ૩૦,૮૧,૮૨૫/- નો મુદ્દામાલ જપ્ત કરી મધ્યપ્રદેશના બે ઇસમો (પ્રકાશ સિંગાડ અને પ્રભુ વાનીયા) ની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
#factfindernews #vadodara #kapuraipolice #prohibition #arrested