મહેસાણા જિલ્લાના કડી તાલુકાના અગોલ ગામે હિંદુ-મુસ્લિમ એકતાનું હૃદયસ્પર્શી ઉદાહરણ સામે આવ્યું છે. મુશ્કેલીની ઘડીએ મુસ્લિમ સમાજના લોકોએ ધર્મ નહીં પરંતુ કર્મ અને માનવતાને પ્રથમ સ્થાન આપીને સૌના દિલ જીતી લીધા.માહિતી મુજબ, 27 જુલાઈના રોજ અગોલ ગામના શકું બેન પ્રહલાદજી ઠાકોરનું અવસાન થયું હતું. અંતિમવિધિ માટે પરિવારજનો અને ગ્રામજનો સ્મશાનઘાટ તરફ જઈ રહ્યા હતા. જોકે સતત વરસાદને કારણે સ્મશાનઘાટમાં પાણી ભરાઈ જતાં અંતિમયાત્રા ટ્રેક્ટરમાં લઈ જવી પડી હતી.આ દરમિયાન ટ્રેક્ટર કાદવ અને પાણીમાં ફસાઈ ગયું હતું. ઘટના નજરે પડતાં જ ગામના મુસ્લિમ સમાજના આગેવાનો ઈસ્માઈલભાઈ જાદવ, રજાકભાઈ રાઠોડ સહિતના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા. તેમણે અન્ય ટ્રેક્ટર લાવી ફસાયેલું ટ્રેક્ટર બહાર કાઢવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ટ્રેક્ટરરો પણ કાદવમાં ફસાઈ ગયા હતા ત્યારબાદ ગામના અમિતભાઈ જાદવે પોતાનું જીસીબી સ્થળ પર મોકલ્યું. જીસીબીની મદદથી ટ્રેક્ટર રોને સુર�