Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
रेलवे
Coronavirus
कांग्रेस
बीजेपी
Congress
Modi
Delhi
Viral
Dm
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
जिलाधिकारी

ભારત-અમેરિકા FTA સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. 'દેશ બચાવો મોરચા'ના આહ્વાન પર પંજાબના હજારો ખેડૂતો દિલ્હી કૂચ કરવા શંભુ બોર્ડર પર એકઠા થયા છે. FTA રદ કરવાની માંગ સાથે આ આંદોલન ઉગ્ર બન્યું છે. ગુરનામ સિંહ ચઢૂનીની અટકાયતથી વાતાવરણ વધુ ગરમાયું છે. શંભુ બોર્ડર પર કલમ 163 અને ચુસ્ત સુરક્ષા સાથે બેરિકેડ્સ ગોઠવાયા છે. ખેડૂતોનું માનવું છે કે FTAથી ભારતીય ખેતી અને ડેરી ઉદ્યોગને મોટું નુકસાન થશે. #IndiaUSFTA #FarmersProtest #ShambhuBorder #PunjabFarmers #IndiaNews #Agriculture #HumDekhengeNews

MORE NEWS

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા સતત મહેરબાન થઈ રહ્યા છે, ત્યારે સુરત શહેર અને જિલ્લામાં ફરી એકવાર વરસાદે માઝા મૂકી છે. વહેલી સવારથી જ શરૂ થયેલા અવિરત વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે જનજીવન અને વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. શહેરના મહત્વના ગણાતા ઉધના-નવસારી રોડ તેમજ ભટાર રોડ પર વરસાદી પાણી ફરી વળતાં રસ્તાઓ જળબંબાકાર બની ગયા છે. અનેક જગ્યાએ ઘૂંટણસમા પાણી ભરાઈ જવાથી વાહનચાલકો ભારે મુશ્કેલી વચ્ચે પસાર થવા મજબૂર બન્યા હતા. કેટલાક વાહનો પાણીમાં બંધ પડી જતાં લોકોને હાલાકી ભોગવવી પડી હતી.

#HumDekhengeNews #SuratRain #GujaratRain #MonsoonUpdate #HeavyRainfall #SuratNews #GujaratWeather

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા સતત મહેરબાન થઈ રહ્યા છે, ત્યારે સુરત શહેર અને જિલ્લામાં ફરી એકવાર વરસાદે માઝા મૂકી છે. વહેલી સવારથી જ શરૂ થયેલા અવિરત વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે જનજીવન અને વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. શહેરના મહત્વના ગણાતા ઉધના-નવસારી રોડ તેમજ ભટાર રોડ પર વરસાદી પાણી ફરી વળતાં રસ્તાઓ જળબંબાકાર બની ગયા છે. અનેક જગ્યાએ ઘૂંટણસમા પાણી ભરાઈ જવાથી વાહનચાલકો ભારે મુશ્કેલી વચ્ચે પસાર થવા મજબૂર બન્યા હતા. કેટલાક વાહનો પાણીમાં બંધ પડી જતાં લોકોને હાલાકી ભોગવવી પડી હતી. #HumDekhengeNews #SuratRain #GujaratRain #MonsoonUpdate #HeavyRainfall #SuratNews #GujaratWeather

Ahmadabad City, Ahmedabad | Jul 21, 2026

ગુજરાત સરકારે રાજ્યના વહીવટી તંત્રમાં મોટા પાયે ફેરફાર કરતાં 21 જુલાઈ, 2026ના રોજ 28 IAS અને GAS કેડરના 13 અધિકારીઓની બદલી તથા નવી નિમણૂકોના આદેશો જાહેર કર્યા છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા રાજ્યપાલની મંજૂરી બાદ જાહેર કરાયેલા આ આદેશો અનુસાર વિવિધ મહાનગરપાલિકાઓના મ્યુનિસિપલ કમિશનરો, જિલ્લા વિકાસ અધિકારીઓ (DDO), સરકારી નિગમો અને વીજ કંપનીઓના મેનેજિંગ ડિરેક્ટર સહિતના મહત્ત્વના હોદ્દાઓ પર નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. પ્રભાવ જોશીને GIDC, ગાંધીનગરના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર તરીકે, સુથાર રાજ રમેશચંદ્રને પોરબંદર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તરીકે, આઈ. આર. વાળાને જૂનાગઢ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તરીકે તેમજ સ્મિત સંતોષ લોઢાને સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અધિક મુખ્ય સચિવ (પર્સનલ) ડૉ. અંજુ શર્મા દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ રાજ્યના વહીવટી તંત્રને વધુ કાર્યક્ષમ અને સુદૃઢ બનાવવા માટે આ ફેરબદલો કરવામાં આવ્યા છે.

#GujaratGovernment #IASTransfer #GASTransfer #GujaratNews #AdministrativeReforms #IASOfficers #HumDekhengeNews

ગુજરાત સરકારે રાજ્યના વહીવટી તંત્રમાં મોટા પાયે ફેરફાર કરતાં 21 જુલાઈ, 2026ના રોજ 28 IAS અને GAS કેડરના 13 અધિકારીઓની બદલી તથા નવી નિમણૂકોના આદેશો જાહેર કર્યા છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા રાજ્યપાલની મંજૂરી બાદ જાહેર કરાયેલા આ આદેશો અનુસાર વિવિધ મહાનગરપાલિકાઓના મ્યુનિસિપલ કમિશનરો, જિલ્લા વિકાસ અધિકારીઓ (DDO), સરકારી નિગમો અને વીજ કંપનીઓના મેનેજિંગ ડિરેક્ટર સહિતના મહત્ત્વના હોદ્દાઓ પર નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. પ્રભાવ જોશીને GIDC, ગાંધીનગરના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર તરીકે, સુથાર રાજ રમેશચંદ્રને પોરબંદર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તરીકે, આઈ. આર. વાળાને જૂનાગઢ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તરીકે તેમજ સ્મિત સંતોષ લોઢાને સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અધિક મુખ્ય સચિવ (પર્સનલ) ડૉ. અંજુ શર્મા દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ રાજ્યના વહીવટી તંત્રને વધુ કાર્યક્ષમ અને સુદૃઢ બનાવવા માટે આ ફેરબદલો કરવામાં આવ્યા છે. #GujaratGovernment #IASTransfer #GASTransfer #GujaratNews #AdministrativeReforms #IASOfficers #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Jul 21, 2026