ભરૂચ: ભરૂચમાં દિવાળીના તહેવાર પર આકર્ષક રંગોળીઓની રોનક
ભરૂચ શહેરમાં દિવાળીના પર્વની ઉજવણી વચ્ચે ઘરઆંગણે તૈયાર કરવામાં આવેલી આકર્ષક રંગોળીઓ સૌનું ધ્યાન ખેંચી રહી છે. નવી વસાહત સહિતના વિવિધ વિસ્તારોમાં લોકોએ ઉત્સાહપૂર્વક રંગોળીઓ બનાવીને પોતાની આસ્થા વ્યક્ત કરી છે.