ભુજ: પધ્ધર પોલીસે ચુંબડકની વાડીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલ્યો, બે શખ્સો ઝડપાયા
Bhuj, Kutch | Apr 7, 2026 પધ્ધર પોલીસે ચુંબડકની વાડીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલ્યો, બે શખ્સો ઝડપાયા પધ્ધર પોલીસે શંકાસ્પદ મુદ્દામાલ સાથે સદામ ઇસ્માઇલ અને હાજી સુલેમાનને ઝડપી પાડ્યા છે. તપાસ દરમિયાન ખુલાસો થયો કે આ સામાન રતનાલના ખેડૂતની ચુંબડક સીમની વાડીમાંથી ચોરાયો હતો. પોલીસે અંદાજે ₹72,800ની કિંમતની પાણીની મોટરો, બેટરી અને વાયર સહિતનો મુદ્દામાલ રિકવર કરી ગુનો દાખલ કર્યો છે.