ભાવનગર શહેર: મહાનગર પાલિકા ખાતે પ્રધાન મંત્રી આવાસ યોજનાના મકાનના કોન્ટ્રાકટ અંગે કોંગ્રેસના આક્ષેપ
Bhavnagar City, Bhavnagar | Sep 29, 2026
ભાવનગર મનપામાં PMAY યોજનાના ટેન્ડર મુદ્દે મોટો ધડાકો: કરોડોના કામોની ફાળવણીમાં ગંભીર ગેરરીતિના આક્ષેપ, ભાવનગર મહાનગરપાલિકા (BMC) દ્વારા અમલી પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) અંતર્ગત ટેન્ડર ફાળવણીમાં નિયમોના સરેઆમ ઉલ્લંઘન અને ગેરરીતિ થયાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. નિયમોને નેવે મૂકીને એજન્સીને કરોડો રૂપિયાના કામો પધરાવી દેવાયા હોવાનો દાવો, એજન્સીની ટેન્ડર લાયકાત અને સત્તાવાર રજીસ્ટ્રેશન મુદ્દે પણ ગંભીર શંકાઓ વ્યક્ત કરી હતી.