વડોદરા: પીમ નરેન્દ્ર મોદીના 75માં જન્મદિવસ નિમિતે પાલિકા દ્વારા સ્વચ્છતા પખવાડા અંતર્ગત સ્વચ્છોત્સવની ઉજવણીનો પ્રારંભ
વડોદરા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75માં જન્મદિવસને દેશભરમાં વિવિધ રીતે ઉજવવામાં આવી રહ્યો છે.ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા પખવાડા અંતર્ગત સ્વચ્છોત્સવની ઉજવણીનો પ્રારંભ મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતેથી કરવામા આવ્યો હતો.વિધાનસભાના દંડક બાળકૃષ્ણ શુકલ,મ્યુ.કમિશ્નર અરુણ મહેશ બાબુ, મેયર,ડે.મેયર સ્થાયી સમિતિના ચેરમેન સ્થાનિક કોર્પોરેટરો,સફાઈ કર્મીઓ ઉપસ્થિત રહીને સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા. વડોદરાને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે શપથ લીધા હતા.