બોડેલી: બોડેલીની શાળામાં કલેક્ટર ગાર્ગી જૈને દીકરીઓને આપ્યા સુરક્ષા અને સફળતાના પાઠ
બોડેલીની વડાતળાવ GLRS શાળામાં ‘કલેક્ટર ઇન ક્લાસ રૂમ’ કાર્યક્રમ યોજાયો. કલેક્ટર ગાર્ગી જૈને વિદ્યાર્થીનીઓને ગુડ ટચ-બેડ ટચ અને સુરક્ષા અંગે જાગૃત કરી, તેમજ કારકિર્દી અને શિક્ષણ વિશે માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કરી હતી.