ખંભાત: વડોદરાની કોર્ટના ચેક રિટર્નના ગુનામાં એક વર્ષની સજા વોરંટનો આરોપી ઝડપાયો
Khambhat, Anand | Mar 25, 2026 ખંભાત શહેર પોલીસે વડોદરાના 20મા એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ, દિવાળીપુરા કોર્ટના ચેક રિટર્નના કેસમાં નાસતા ફરતા એક શખ્સને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને માહિતી મળી હતી કે, સજા વોરંટનો નાસતો ફરતો આરોપી સોએબ ઈકબાલભાઈ રાણા (રે. ખંભાત, સલમાનપાર્ક સોસાયટી)નો શક્કરપુર ખાતે આવ્યો છે. જેથી પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને તેને ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરી હતી.