તારાપુર: તારાપુરમાં મંજૂર નકશા વિરૂદ્વ ખેડૂતની જમીનમાં વીજ ટાવર ઉભો કરાતાં રોષ
Tarapur, Anand | Sep 25, 2026 તારાપુર-વાસદ સિક્સ લેન હાઈવે પર આવેલી અત્યંત કિંમતી જમીનમાં પાવરગ્રીડ સાઉથ ઓલપાડ ટ્રાન્સમિશન લિમિટેડ કંપની દ્વારા મોટી બેદરકારી અને ગેરરીતિ આચરી અન્યાય કરવામાં આવ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કંપનીના મંજૂર થયેલા નકશા મુજબ વીજ પોલ અન્ય સર્વે નંબરમાં નાખવાનો હતો, પરંતુ કંપનીના અધિકારીઓએ મનમાની કરીને તારાપુરના એક ખેડૂત પરિવારની કીમતી ખેતીની જમીનમાં 765 કેવીનો તોતિંગ વીજ ટાવર ઊભો કરી દેતા ખેડૂત પરિવારને આજીવન નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.