તળાજા: અલંગ-સોસિયા શિપ બ્રેકિંગ યાર્ડના મણાર વિસ્તારમાં શંકાસ્પદ મૃત્યુ
તળાજા તાલુકાના વિશ્વવિખ્યાત અલંગ-સોસિયા શિપ બ્રેકિંગ યાર્ડના મણાર યાર્ડ વિસ્તારમાં એક વ્યક્તિનું શંકાસ્પદ મૃત્યુ થતાં ચકચાર મચી છે. મળતી માહિતી મુજબ, મૂળ ઉત્તર પ્રદેશ પંથકના અને મણાર યાર્ડ વિસ્તારમાં રહેતા રમાકાંત દેવ નારાયણ નામના વ્યક્તિનું કોઈ કારણોસર મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં મૃતદેહને પ્રથમ તળાજા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, મૃત્યુ શંકાસ્પદ જણાતા વધુ તપાસ માટે મૃતદેહને ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોવાનું જાણ