ગારિયાધાર: ગારીયાધાર તાલુકાના સાતપડા ગામે સમસ્ત ઓબીસી સમાજની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી,
ગારીયાધાર તાલુકાના સાતપડા ગામે સમસ્ત ઓબીસી સમાજની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં સમાજના પ્રશ્નો અને હિત માટે વ્યાપક ચર્ચાઓ કરવામાં આવી હતી. આ બેઠકમાં મુખ્ય મહેમાન તરીકે પત્રકાર મિત્ર વિશાલ ચાવડા તેમજ ચિરાગભાઈ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. સભા દરમિયાન ઓબીસી સમાજને થતા અન્યાયના મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને ચર્ચા કરવામાં આવી અને સમાજને આગળ વધારવા માટે કઈ દિશામાં કાર્ય કરવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. ઉપસ્થિત આગેવાનો અને સભ્યોએ એકતાથી કાર્ય ક