માંડવી: માંડવી થી થરાદ ST બસ ને સ્ટાર્ટ અપાઈ
Mandvi, Kutch | Mar 22, 2026 ગુજરાત સરકાર દ્વારા ફાળવેલી "માંડવી થી થરાદ" એસટી બસ ને માંડવી શહેર ભાજપ પ્રમુખ દર્શનભાઈ ગોસ્વામી ના હાથે નારિયેળ વઘેરી તેમજ મહિલાઓ દ્રારા રીબીન કાપી સ્ટાર્ટ અપાઈ હતી.જેમા નગરપાલિકા પૂર્વ પ્રમુખ હરેશભાઇ વિંઝોડા, મહામંત્રી કમલેશભાઈ ગઢવી, તમામ મોરચાના હોદેદારો, નગરપાલિકા ના પૂર્વ સદસ્યો, ડેપો મેનેજર નિમિષાબેન ઠક્કર સાથે સ્ટાફ, તેમજ ભારતીય જનતા પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા માહિતી સાંજે 12 કલાકે પ્રાપ્ત થયેલ છે..