વડોદરાની SSG હોસ્પિટલમાં દવાઓની અછતનો મામલો સામે આવ્યો છે. હોસ્પિટલના RMO ડો. હિતેન્દ્ર ચૌહાણના જણાવ્યા મુજબ, એક હજાર પૈકી આશરે 350 દવાઓની અછત અથવા શોર્ટ સપ્લાય છે અને છેલ્લા ત્રણ મહિનાથી સ્થિતિ યથાવત છે. GSCL તરફથી દવાનો પૂરતો સપ્લાય ન થતાં હાલ સરકાર તરફથી દવા ન મળવાના કારણે ટેન્ડર મારફતે ખરીદી કરવામાં આવી રહી છે. દર્દીઓ માટે જરૂરી દવાઓમાં 25થી 30 ટકા અછત હોવાનું RMOએ જણાવ્યું છે અને સમગ્ર મામલે સરકારને દર મહિને રિપોર્ટ કરવામાં આવી રહ્યો છે.
#SSGHospital #VadodaraNews #MedicineShortage #HospitalCrisis #HumDekhengeNews