વેલેન્ટાઈન ડે છે જેની ઉજવણી ભારતભરમાં વિવિધ સ્થળોએ યુવા વર્ગ પોતાની રીતે કરતો હોય છે ત્યારે પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરતી આજની યુવા પેઢીને ભારતીય સંસ્કૃતિ ના સંસ્કાર આપવાના હેતુથી સુરેન્દ્રનગર જિલ્લાની ધાંગધ્રા ખાતે આવેલી સાધના વિદ્યાલય શાળામાં વેલેન્ટાઈન ડે ની અનોખી ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા પોત પોતાના માતા પિતા નું પૂજન ભારતીય શાસસ્ત્રોકત વિધિથી કરવામાં આવ્યું હતું