નાંદોદ: ગુજરાતમાં 11 નવેમ્બરથી ઉજવાશે જનજાતિ ગૌરવ સપ્તાહ, રાજપીપળામાં થઈ ખાસ તૈયારી
ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત ભાજપ દ્વારા 11 નવેમ્બરથી 'જનજાતિ ગૌરવ સપ્તાહ-2026' ઉજવવામાં આવશે. રાજપીપળાના કમલમ ખાતે મળેલી બેઠકમાં વિવિધ કાર્યક્રમોની રૂપરેખા અને આદિવાસી સમાજ માટેની સરકારી યોજનાઓના અમલીકરણ અંગે ચર્ચા કરવામાં આવી.