ગાંધીનગર: અડાલજ માંથી દારૂની મહેફિલ માણતી 6 યુવતી સહિત 19 નબીરા ઝડપાયા
ગાંધીનગર નજીક અડાલજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા શ્રેયા ફાર્મ હાઉસ પાસેના એક ફર્નિચરના ગોડાઉનની પાછળ ચાલી રહેલી દારૂની મહેફિલ પર પોલીસે મોડી રાત્રે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં 6 યુવતીઓ સહિત કુલ 19 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં મોટાભાગના અમદાવાદ અને ગાંધીનગરના રહેવાસી છે. પકડાયેલા તમામ ઈસમો દારૂના નશામાં હોવાનું જણાઈ આવતા પોલીસે માત્ર રૂ. 1890નો મુદ્દામાલ જપ્ત તમામની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.