જિલ્લા અદાલત દાહોદ ખાતે ભવ્ય નેશનલ લોક અદાલતનું આયોજન કરેલ જેમાં રૂ.4,54,02,781/- (અંકે રૂપિયા ચાર કરોડ.ચોપ્પન લાખ.બે હજાર સાતસો એકયાશી પૂરા) સેટલમેન્ટ કરવામાં આવેલ.
નામદાર નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી ન્યૂ દિલ્હી ના આદેશ અનુસાર નામ. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ ના માર્ગદર્શન હેઠળ અત્રેના ચેરમેન અને પ્રિન્સિપાલ district જજ એચ.જી.વાઘેલા સાહેબનાં વરદ હસ્તે આજરોજ તા. 11/07/2026 ના રોજ નેશનલ લોક અદાલત નું અયોજન કરવામાં આવેલ.
વધુમાં આજરોજ નેશનલ લોક અદાલતમાં કુલ મુકેલ કેસો 30,355 જેમાં કુલ 13,182 કેસોનો નિકાલ કરવામાં આવેલ જે કુલ કેસોના આશરે 43 % જેટલા કેસો નિકાલ થયેલ. તેમજ રૂ. 4,54,02,781/- (અંકે રૂપિયા ચાર કરોડ બે હજાર સાતસો એકયાશી પૂરા) સેટલમેન્ટ કરવામાં આવેલ છે. આમ, નેશનલ લોક અદાલત માં " કોઈ નો જય નહિ અને કોઈનો પરાજય નહિ" તે આશય સફળ કરવાના હેતુસર નેશનલ લોક અદાલત નું ભવ્ય આયોજન કરવામાં આવેલ.
Dohad, Dahod | Jul 11, 2026