ખંભાત: ખંભાતના ઇદગાહે મુસ્લિમ બિરાદરોએ ઇદ-ઉલ-ફિત્રની નમાઝ અદા કરી, તાલુકાભરમાં ઠેર-ઠેર ઇદની શ્રદ્ધાભેર ઉજવણી
Khambhat, Anand | Mar 21, 2026 પવિત્ર મહિનો ગણાતા રમઝાનમાં મુસ્લિમ બિરાદરોએ રોજા(ઉપવાસ) કર્યા હતા.જે ગત શુક્રવારના રોજ સમાપ્ત થયા હતા.શુક્રવારની ઠળતી સંધ્યાએ ખંભાતમાં ચાંદ દેખાતા સમગ્ર મુસ્લિમ બિરાદરોમાં ખુશીની લહેર પ્રસરી હતી અને એકબીજાને ચાંદ મુબારકની શુભેચ્છા પાઠવી હતી.રમઝાન ઈદ પર્વે ખંભાતના મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં ઇદગાહે એકઠા થઇ ઈદ-ઉલ-ફિત્રની નમાઝ અદા કરી હતી.અને ત્યારબાદ એકબીજાને ભેટી ઈદ મુબારકની શુભેચ્છા પાઠવી હતી.ઈદ પર્વે ખંભાતમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો.