ગુજસીટોક કેસનો વોન્ટેડ આરોપી પોલીસ પકડમાં
વડોદરા શહેર ક્રાઇમ બ્રાંચની ટીમે કરોડો રૂપિયાની ઠગાઈ અને ગુજસીટોક જેવા ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા કુખ્યાત આરોપી તનવીર ઉર્ફે તન્નુ શબીરભાઈ મલેક (રહે. તાંદલજા/નાની છીપવાડ) ને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. જે.પી.રોડ પોલીસ સ્ટેશનના ઠગાઈના ગુનામાં વોન્ટેડ હોવા ઉપરાંત ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગુજસીટોક કેસમાં તેના જામીન રદ કરવામાં આવ્યા હતા અને તે ફરાર હતો. ક્રાઇમ બ્રાંચની ટીમે ટેક્નિકલ અને હ્યુમન સોર્સની મદદથી ચાંપનેર ભોઈવાડા વિસ્તારમાંથી તેને દબોચી લીધો હતો. આ આરોપી વિરુદ્ધ અગાઉ ખૂન, મારામારી, ધાડ અને ગુજસીટોક સહિતના કુલ 20 ગુનાઓ નોંધાયેલા છે અને તે અગાઉ પાસા તેમજ હદપાર પણ થઈ ચૂક્યો છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
#factfindernews
#DCB #vadodarapolice #froud #arrested