ગરબાડા બાદ હવે જેસાવાડા પોલીસ પણ એકદમ હરકતમાં આવી ગઈ છે!
અંતરિયાળ વિસ્તારોમાં થતી ચોરીની ઘટનાઓ પર લગામ લગાવવા માટે જેસાવાડા પોલીસે હાઈટેક 'થર્મલ ઈમેજિંગ' ડ્રોન વડે નાઈટ પેટ્રોલિંગ શરૂ કર્યું છે.
ચોમાસાની સીઝનમાં મકાઈના ઊભા પાકની આડ લઈને ચોરો ચોરી કરવાનો પ્રયાસ કરતા હોય છે, પરંતુ હવે બચવું અશક્ય છે! આ આધુનિક ડ્રોન માણસના શરીરની ગરમી (Heat Sensor) પરથી જ અંધારામાં પણ તેને તુરંત શોધી કાઢશે.
જેસાવાડા પોલીસ હવે ડાયરેક્ટ આકાશમાંથી આખા વિસ્તાર પર કડક નજર રાખી રહી છે!