પોરબંદર: ઠોયાણા ગટર કામ મુદ્દે AAPની ચીમકી: ૧૦ ઓક્ટોબર સુધીમાં કામ પૂર્ણ ન થતા ઘેરાવની તૈયારી
રાણાવાવના ઠોયાણા ગામે ગટર લાઈનના કામમાં વિલંબ થતા આમ આદમી પાર્ટી મેદાને આવી છે. નવરાત્રી પહેલા કામગીરી પૂર્ણ કરવા માંગ કરાઈ છે અને ૧૦ ઓક્ટોબર સુધીમાં કામ પૂરું ન થતા તાલુકા પંચાયત કચેરીના ઘેરાવની ચીમકી આપવામાં આવી છે.