કડી નાં કૈયલ ગામેથી નકલી ડોક્ટર ને ઝડપી પાડવામાં આવ્યો હતો.ડાંગરવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હેલ્થ ઓફિસર અને ટીમે સ્થળ પરથી 4,524 ની એલોપેથીક દવાઓ કબ્જે કરી હતી.ડાંગરવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર બીના કાપડિયા ને કડી તાલુકા હેલ્થ ઓફિસર ખાતેથી સૂચના મળી હતી.આ સૂચના મુજબ કડી તાલુકાના કૈયલ ગામે નકલી ડોક્ટર લોકોના સ્વાસ્થ સાથે ચેડા કરી રહ્યો હોવાની માહિતી મળી હતી.જેથી મેડિકલ ઓફિસર સહિત તેમનો સ્ટાફ કૈયલ ગામે પહોંચ્યો હતો.