વલસાડ જિલ્લામાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા અને માથાભારે છાપ ધરાવતા એક ઈસમને લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા એક વર્ષ માટે તડીપાર કરવામાં આવ્યો છે. વલસાડ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો ભયમુક્ત વાતાવરણમાં જીવી શકે તે હેતુથી પોલીસે આ કડક કાર્યવાહી કરી છે.