ધરમપુર તાલુકામાં ભારે વરસાદની અસર 🚨
ધરમપુર તાલુકાના ચોંઢા ગામમાં ધોધમાર વરસાદના કારણે નાળા પાસેનો રોડ ધસી પડતાં હાઈવા ટ્રક રોડની નીચેથી ઉતરી ગયો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ઘટનાને પગલે વાહનવ્યવહાર પર અસર જોવા મળી રહી છે.
સ્થાનિકોએ તાત્કાલિક રોડનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરી છે, જેથી વધુ કોઈ અકસ્માત ન સર્જાય.
Valsad, Valsad | Aug 4, 2026