વેજલપુર: EDએ જપ્ત કરેલા પૈસા છોડાવી આપવાના બહાને 3.18 કરોડ પડાવ્યા, 5 સામે ફરિયાદ
અમદાવાદની આંગડિયા પેઢીના 11 કરોડથી વધુની રકમ ED દ્વારા જપ્ત કરવામાં આવી હતી. આ જપ્ત કરેલી રકમ છોડાવવા પાંચ શખ્સોએ 40 ટકા કમિશન નક્કી કર્યું હતું જેમાંથી ટોકન પેટે 3.18 કરોડ મેળવ્યા પણ હતા.જોકે કમિશન મેળવીને EDએ જપ્ત કરેલી રકમ છોડવી ન આપીને ઠગાઈ કરતા આંગડિયા પેઢીના માલિકે વકીલ સહિત પાંચ શખ્સો સામે ક્રાઈમ બ્રાન્ચના ફરિયાદ નોંધાવી