રાપર: રાપરના પલાંસવા ગામે અનુસૂચિત જાતિના સ્મશાનના રોડની ગ્રાન્ટમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કલેક્ટરને રજૂઆત.
Rapar, Kutch | Apr 1, 2026 રાપર તાલુકાના પલાંસવા ગામે અનુસૂચિત જાતિના સ્મશાન માટે ફાળવવામાં આવેલી ગ્રાન્ટમાં મોટું કૌભાંડ થયું હોવાની લેખિત ફરિયાદ ભુજ કલેક્ટર કચેરી ખાતે કરવામાં આવી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે સ્મશાનના રસ્તા માટે મંજૂર થયેલી રૂ. ૩ લાખની રકમ સરપંચ અને તલાટીએ મેળાપીપણું કરી, કામ કર્યા વગર જ ખોટા બિલો બનાવી ઉપાડી લીધી છે.ઝીણવટભરી તપાસ કરવામાં આવે અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરી ગામને ન્યાય અપાવવામાં આવે તેવી માંગ કરી હતી.