આણંદ શહેર: અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર લિથિયમ બેટરી ભરેલી ટ્રકમાં આગ લાગતા આણંદ ફાયર બ્રિગેડ દ્વારા આગ ઉપર કાબુ મેળવ્યો
કરમસદ આણંદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ ના કંટ્રોલરૂમ માં ફાયર કોલ મળેલ અમદાવાદ - વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અમદાવાદ તરફ જતા ચકલાસી નજીક ( મુંબઈ થી દિલ્હી ગુડગાંવ ) જતી લિથિયમ બેટરી ના સેલ ભરેલી ટ્રક માં આકસ્મિક આગ લાગેલ. જ્યાં ફાયર ઓફિસર ની સુચના મુજબ આણંદ ફાયર બ્રિગેડની 4 ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક ફોમ કેમિકલ સાથે પાણીનો મારો ચલાવી 4 કલાક ની ભારે જેહમત બાદ આગ બુઝાવેલ.જેમાં સમગ્ર ઘટના દરમ્યાન કોઈ પણ પ્રકારની જાનહાનિ થયેલ નથી.