અમદાવાદ શહેર: અમદાવાદમાં આજથી 4 દિવસ માટે વર્લ્ડ આર્ચરી પેરા સીરીઝ 2026 નું આયોજન
અમદાવાદમાં આજથી 4 દિવસ માટે વર્લ્ડ આર્ચરી પેરા સીરીઝ 2026 નું આયોજન.આજે શનિવારે સવારે 10 વાગ્યાની આસપાસ શહેરમાં 4 દિવસ માટે વર્લ્ડ આર્ચરી પેરા સીરીઝ 2026નું આયોજન કરવામાં આવ્યુ છે.જેમાં દેશ વિદેશના 200 થી વધુ ખેલાડીઓ, કોચ, સપોર્ટ સ્ટાફએ ભાગ લીધો છે.19 દેશના 108 ખેલાડીઓ વિવિધ 25 કેટેગરીમાં મુકાબલો કરશે. ભારત સહિત ચીન, મેક્સિકો, ઈરાક, સ્લોવાકિયા, જેવા 19 દેશના પેરા એથ્લેટિક્સે ભાગ લીધો છે.ત્યારે ભારતના 29 ખેલાડીઓ મેદાને ઉતર્યા છે.