સુરતમાં પાલ પોલીસે ભેસાણ-હજીરા હાઈવે પર આવેલા જૂના રિલાયન્સ ગોડાઉનના પાર્કિંગમાંથી ચાલતા ગેરકાયદેસર LPG ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ઘટનાસ્થળેથી HPCLમાં નોકરી કરતા મુખ્ય આરોપી પવનસિંગ ગુજ્જર, વોચમેન અને ડિલિવરી બોય સહિત કુલ 9 આરોપીઓની ધરપકડ કરી છે. દરોડા દરમિયાન પોલીસે ₹18 લાખનું LPG ટેન્કર, XUV 7XO અને બોલેરો સહિતના વાહનો, 84 ભરેલા ગેસના બાટલા તથા રોકડ મળીને કુલ ₹56.69 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પાલ પોલીસે તમામ આરોપીઓ સામે BNS અને આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
#HumDekhengeNews #SuratNews #LPGScam #IllegalGasRefilling #CrimeNews
Ahmadabad City, Ahmedabad | Sep 20, 2026