છોટાઉદેપુર: જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા સાથે કાર્યકરોની શુભેચ્છા મુલાકાત
નૂતન વર્ષના પાવન અવસરે છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા સાથે ભાજપના આગેવાનો અને કાર્યકરોએ શુભેચ્છા મુલાકાત કરી હતી. આ પ્રસંગે સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને સૌએ એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.