ખંભાત: કલમસરમાં બે બાઈકો ભટકાતા પતિનું મોત, પત્ની અને ટક્કર મારનાર બાઈક ચાલક ગંભીર
Khambhat, Anand | Mar 24, 2026 ખંભાત તાલુકાના કલમસર ગામે બે બાઈકો ભટકાતા અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં સંજયકુમાર કલ્યાણસિંહ પરમારનું મોત થયું હતું. જ્યારે તેમની પત્ની સવિતાબેન અને ટક્કર મારનાર બાઈક ચાલક મહેશ ભુપતભાઈ પરમારને ગંભીર ઈજાઓ પહોંચી છે.ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હાલ ઈજાગ્રસ્તો સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.આ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.