સાગબારા જમીન વિવાદે પકડ્યો જોર! 🚨 આદિવાસી-ખેડૂતો સુરત વન વિભાગ કચેરીએ, તુષાર ચૌધરીનો સરકાર પર પ્રહાર
નર્મદા જિલ્લાના સાગબારા જંગલ જમીન વિવાદ મામલે આદિવાસીઓ અને ખેડૂતો સુરત વન વિભાગની કચેરીએ પહોંચ્યા હતા. વન વિભાગ દ્વારા જમીન પર રોપાઓનું વાવેતર કરવામાં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો.
કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી, સંદીપ માંગરોલા, દર્શન નાયક સહિતના આગેવાનોની હાજરીમાં વન વિભાગના અધિકારી ધીરજ કુમારને રજૂઆત કરવામાં આવી હતી.
તુષાર ચૌધરીએ આક્ષેપ કર્યો કે ઉમરપાડાના ખેડૂતોને જમીન ખેડાણની મંજૂરી આપવામાં આવે છે, જ્યારે સાગબારાના 12થી વધુ ગામોના ખેડૂતોને ખેડાણથી રોકવામાં આવે છે. ખેડૂતોનો ઉભો પાક નાશ કરીને જમીન પર પ્લાન્ટેશન કરવામાં આવ્યું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો.
ખેડૂતોનો મુદ્દો ઉકેલવામાં નહીં આવે તો મોટી સંખ્યામાં ખેડૂતો સાથે આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. જોકે, આ તમામ આક્ષેપો અંગે વન વિભાગ અને સરકારનો પક્ષ સામે આવવો હજુ બાકી છે.
#surat #suratnews #sagbara #narmada #forestland #landdispute #tribalfarmers #farmersprotest #gujarat #gujaratnews #forestdepartment #tusharchaudhary #congress #farmersprotestgujarat #breakingnews #gujaratinews #hotlinenews
Udhna, Surat | Aug 26, 2026