આણંદ શહેર: પીએમ શ્રી પ્રાથમિક ગુજરાતી શાળા હાડગુડમાં વિદ્યાર્થીઓના પાયાના શિક્ષણને મજબૂત કરવા માટે વિશેષ કાર્યશાળા યોજાઈ
વેકેશન દરમિયાન બાળકો શિક્ષણ સાથે જોડાઈ રહે અને પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન પ્રાપ્ત કરે તે માટે ખાસ આયોજન. 35 દિવસના ઉનાળુ વેકેશનમાં શાળાના શિક્ષકો 40 ટકા કરતાં નબળા વિદ્યાર્થીઓને વિવિધ પ્રવુત્તિઓ, પધ્ધતિઓ અને રમતા રમતા શિક્ષણ આપીને સજ્જ કરશે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અર્ચનાબેન પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા.