છોટાઉદેપુર: PM મોદીના આગમન પહેલા છોટાઉદેપુરમાં ‘સ્વચ્છતા સે સ્વાગત’ અભિયાન, સાંસદે કર્યું શ્રમદાન
8 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પધારી રહ્યા છે. તેમના આગમનને વધાવવા માટે સમગ્ર રાજ્યમાં ‘સ્વચ્છતા સે સ્વાગત’ અભિયાન શરૂ થયું છે. છોટાઉદેપુરમાં સાંસદ જશુભાઈ રાઠવાએ શ્રમદાન કરી આ અભિયાનમાં સહભાગી થઈને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.